જગતના તાત તથા ગરબા ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે આપ્યા માઠા સમાચાર ।આવનારી આ તારીખથી બીજો વરસાદનો રાઉન્ડ અને ઠંડી….
હાલમાં નવરાત્રી ખુબ જ નજીક છે, ત્યારે ખૈલૈયાનું હદય પણ ધકધક થઇ રહ્યું છે અને સાથોસાથ પગ પણ થનગનાટ કરવા થરથરી રહ્યા છે પરંતુ હાલમાં જ અંબાલાલ પટેલે વરસાદને લઇને ભારે મોટી આગાહી કરી છે, એક તરફ નવરાત્રીને બીજી તરફ વરસાદનું જોખમ. તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાત રાજ્યમાં થોડા સમય માટે વરસાદનો વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થશે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ત્યારબાદ ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ પડશે.આગામી 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે નજીકના ભવિષ્યમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે.
આ વખતે પણ ઠંડી 3 ડિસેમ્બરથી શરૂ થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. હાલમાં અચાનક તાપમાન વધી રહ્યું છે, લોકો બૂમ પાડી છે.હવામાન નિષ્ણાતે રાજ્યમાં મોટી ઠંડીની આગાહી કરી છે.