EntertainmentGujarat

ગુજરાતનું ગૌરવ એવા ગીતાબેન રબારીએ વિદેશમાં પણ ભારતીય પહેવેશને પ્રાધાન્ય આપ્યું, કરાવ્યું સુંદર ફોટૉશૂટ, જુઓ તસવીરો

Spread the love

ગુજરાતની લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે થોડા દિવસો પહેલા કાંગારૂઓ સાથેનું એક અનોખું ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. હવે ફરી એકવાર ગીતાબેને વિદેશી ધરતી પર પોતાની સુંદરતાનો જાદુ ચલાવ્યો છે.

ગીતાબેને એક નવા ફોટોશૂટમાં ડિઝાઇનર લહેંગા પહેરીને પોતાની અદભુત સુંદરતા દર્શાવી છે. આ લહેંગો પ્રપ્તિ મહેતા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તેમનો જ્વેલરી કલેક્શન લક્ષ્મી કલેક્શન દ્વારા છે. ફોટોગ્રાફ્સમાં ગીતાબેન અત્યંત સુંદર અને આકર્ષક લાગી રહ્યા છે. તેમની સુંદરતા અપ્રતિમ અને અકલ્પનિય છે.

ગીતાબેન રબારી માત્ર એક ગાયિકા જ નહીં, પરંતુ એક ફેશન આઇકન પણ છે. તેમનો દરેક લુક ચાહકોને પ્રેરણા આપે છે. આ ફોટોશૂટમાં પણ તેમણે પોતાની ફેશન સેન્સનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.ગીતાબેનના આ ફોટોશૂટને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. ચાહકો તેમના આ લુકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તેઓ કોમેન્ટમાં ગીતાબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

ગીતાબેન રબારી ગુજરાતી સંગીત જગતનું એક મોટું નામ છે. તેમણે ઘણા લોકપ્રિય ગીતો ગાયા છે અને દર્શકોના દિલ જીતી લીધા છે. તેમની સુંદરતા અને પ્રતિભાના કારણે તેઓ ગુજરાતીઓના દિલમાં રાજ કરે છે.આ ફોટોશૂટ દ્વારા ગીતાબેન એકવાર ફરી સાબિત કર્યું છે કે તેઓ કેટલી સુંદર અને પ્રતિભાશાળી છે. અમે આશા રાખીએ છીએ કે ગીતાબેન આગળ પણ આવી જ રીતે સફળતાના શિખરો સર કરતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *