india

મુકેશ અંબાણીએ પેરિસમાં બનાવ્યું ” ઇન્ડિયા હાઉસ ” ભારતીય અને વિદેશના લોકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ આ ખાસ તસવીરો આવી સામે

Spread the love

પેરિસ ઓલિમ્પિકની શાનદાર શરૂઆત બાદ પેરિસમાં ભારતનું પ્રથમ કન્ટ્રી હાઉસ એટલે કે ઇન્ડિયા હાઉસનું ઉદ્ઘાટન થયું. રિલાયન્સ ફાઉન્ડેશનની ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ દિવડા પ્રજ્વલિત કરીને ઇન્ડિયા હાઉસની શરૂઆત કરી. આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં દેશ-વિદેશના મહેમાનો, આઇઓસી અધિકારીઓ અને ભારતની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી.

આ પ્રસંગે નીતા અંબાણીએ ભારતને ઓલિમ્પિકમાં લાવવાની ખુલ્લી જાહેરાત કરી. તેમણે કહ્યું કે, ઇન્ડિયા હાઉસ ભારતની ઓલિમ્પિક આકાંક્ષાઓનું પ્રતીક છે. આપણે એવી આશા રાખીએ છીએ કે આ સ્થળ આપણા એથ્લીટો માટે ઘરથી દૂર એક ઘર બની જાય. ઇન્ડિયા હાઉસ માત્ર અંતિમ સ્થળ નથી પરંતુ ભારત માટે એક નવી શરૂઆત છે.

ઇન્ડિયા હાઉસના ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડ ગાયક શાનની ગાયકીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. મુંબઈના દૃષ્ટિહીન બાળકોએ મલ્લખંભની શાનદાર પ્રસ્તુતિ આપી. ઇન્ડિયા હાઉસ પેરિસમાં 27 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ખુલ્લું રહેશે.

આ ઉદ્ઘાટન સાથે ભારતનું પેરિસમાં ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ થયું છે. આશા રાખીએ કે ભારતીય એથ્લીટો આ પ્લેટફોર્મનો સદુપયોગ કરીને દેશનું નામ રોશન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *