Gujarat

પી.પી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત “પિયરિયું”લગ્નની કંકોત્રી આવી સામે ! 2 મુસ્લિમ દીકરિઓ સહીત 111 દીકરીઓ આ તારીખે બંધાશે લગ્નના બંધનમાં..જુઓ આ કંકોત્રી

Spread the love

આખા ગુજરાતમાં કોઈ એવું નહિ હોય જે મહેશભાઈ સવાણીને નહિ ઓળખતું હોય, જી હા મિત્રો મહેશભાઈ સવાણીએ અત્યાર સુધી 4 હજાર જેટલી દીકરીઓના પાલક પિતા બનીને લગ્ન કરાવ્યા છે.ધર્મ,જાતિ કે બીજા કોઈપણ ભેદભાવ રાખ્યા વિના મહેશભાઈ તમામ દીકરીઓને પોતાની દીકરીઓ માની જ લગ્ન કરાવ્યા છે. વર્ષ 2012 થી અત્યાર સુધી દર વર્ષે મહેશભાઈના પી.પી સવાણી ગ્રુપ દ્વારા અનેક નિરાધાર દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છે.

આ વખતે પણ પી.પી સવાણી ગ્રુપ દ્વારા આવનારી 14-15 ડિસેમ્બરના રોજ સુરતમાં 111 દીકરીઓના લગ્ન યોજાવાના છે જેમાં પ.પૂ.મોરારીબાપુ. શ્રી ગીરીબાપુ જેવા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીકરીઓ લગ્નના બંધનમાં બંધાશે.હાલ આ સુંદર કંકોત્રી સામે આવી છે જેમાં કઈ તારીખે કયો પસંગ તથા તમામ વ્યવસ્થાની નોંધ કરી દેવામાં આવી છે.

7 ડિસેમ્બર એટલે કે આજે રંગ-રસિયાનો પ્રસંગ છે જેમાં મહેશસિંહ સોલંકી,કણબી સિસ્ટર થાથા કાજલ બુધેલીયા અને દર્શન બુધેલીયા પોતાના ગીતોથી ચાર ચાંદ લગાવશે. સાંજે 6 વાગ્યાથી પી.પી સવાણી ચેતન્ય વિદ્યાસંકુલ ખાતે આ પ્રસંગ યોજાશે,જયારે મહેંદી રસમ વિધિ આવનારી તારીખ 12 ડિસેમ્બરના રોજ યોજાશે.

“પિયરિયું” લગ્નમાં 111 દીકરીઓમાં બે મુસ્લિમ દીકરીઓ પણ શામેલ છે જેમના નિકાહ તેમના રીતિરીવાજો અનુસાર કરવામાં આવશે. આ વખતે પણ પી.પી સવાણી ગ્રુપ દ્વારા નવવિવાહિત દીકરીઓને મનાલી ટુર પર લઇ જવામાં આવશે જેમાં પ્રથમ ટુર 10 જાન્યુઆરી તથા દ્વિતીય ટુર 18 જાન્યુઆરીના રોજ લઇ જવામાં આવશે.

ખરેખર સલામ છે આવા વ્યક્તિને જે તમામ દીકરીઓના પાલક પિતા બનીને તેઓના લગ્ન કરાવી રહ્યા છે,ખરેખર ધન્ય છે આપણા ગુજરાતની ભૂમિ જ્યા મહેશભાઈ સવાણી જેવા વ્યક્તિનો જન્મ થયો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *