આ છે ભારતના મહાન મહરાજ જેને ભારતીયનું અપમાન કરવા બદલ રોલ્સ રોયલ પાસેથી ગામનો કચરો સાફ કરાવ્યો, ઇતિહાસ છે ખૂબ જ રસપ્રદ….
આજે આપણે એક એવા રાજા વિશે જાણીશું જેને રોયલ રોલ્સ થી પોતાનું ગામ સાફ કરાવ્યું હતું અને આવું કરવાની પાછળ એક રોચક કહાની છે જે આપણે આજે જાણીશું. રોલ્સ રોયલ કાર ને દુનિયાની સૌથી મોંધી કાર્સ માંથી એક માનવામાં આવે છે. શાનદાર લૂક, દમદાર એન્જીન અને લક્ઝરી ફીચર્સથી ભરપુર આ કારના દિવાનાઓ દુનિયામાં લગભગ બધા જ છે અને દેશના સૌથી ધનિક વ્યક્તિઓ પાસે આ કાર છે.
રોયલ કાર ને લક્ઝરી અને સ્ટેટસ સિમ્બોલ નો બાદશાહ માનવામાં આવે છે. રોલ્સ રોયલ ની પહેલી કાર ૧૯૦૪માં દુનિયા સામે આવી. એક દિવસ ભારતમાં આવેલ ‘અલવર’ ના રાજા ‘જયસિંહ’ લંડન ની યાત્રા કરવા ગયા. યાત્રા દરમિયાન તેઓ સિમ્પલ કપડા પહેરીને લંડનની ‘બોન્ડ સ્ટ્રીટ’ માં ગયા.
અહી તેમને ‘રોલ્સ રોયલ’ નો શો રૂમ જોયો અને અંદર પ્રવેશ્યા તો શોરૂમ ના મેનેજરે તેમને ‘કંગાળ ભારતીય’ કહીને ‘ગેટ આઉટ’ નો રસ્તો બતાવ્યો. આ ઘટના બાદ રાજા રાજવી પોશાક અને શાહી વટથી શોરૂમ માં ગયા તો તેમને અપમાનિત કરનાર મેનેજર નતમસ્તકે ઉભા રહી ગયા. પછી રાજાએ શોરૂમ માં રહેલ છ કાર નું કલેક્શન ખરીદ્યું અને તેણે ભારત લઈને આવ્યા.
ભારત આવ્યા બાદ રાજા એ મોંધી એવી લક્ઝરી કાર ‘અલવર નગરપાલિકા’ ને આપી અને જણાવ્યું કે આ ગાડીની આગળ ઝાડું લગાવીને આનાથી અલવર ને સાફ રાખજો. બાદમાં આ ઘટના આખી દુનિયામાં ફેલાઈ ગઈ અને રોલ્સ રોયલ ની ખુબ જ આબરૂ ગઇ જેની નોંધ દુનિયના સૌ લોકોએ લીધી અને જે કાર ખરીદવી લોકોનું સપનું હતું એ જ કાર થી રસ્તાઓ સાફ થઈ રહ્યા હતા.