GujaratNational

દુબઇ દેશે જે ના કરી બતાવ્યું તે કચ્છે કરી બતાવ્યું. ઊંટડી ના દૂધ માંથી.. ગુજરાતી હોવાને નાતે ગર્વ લેવા જેવી વાત,

Spread the love

આપણા દેશમાં લોકો ની સવાર ચા પીધા વગર થતી નથી. ચા માં મુખ્યત્વે દૂધ મહત્વનો ભાગ ભજવે છે. આપણા દેશમાં કેટલી બધી દૂધની બ્રાન્ડ મળે છે. પરંતુ આજે અમે તમને ઊંટડી ના દૂધ વિશે માહિતી આપીશું કે જેના લીધે આપણા ગુજરાત નો કચ્છ જિલ્લો આજે ભારતમાં જ નહીં બલકે વિદેશમાં પણ નામના ધરાવતો થયો છે.

વધુ વિગતે વાત કરવામાં આવે તો વિશ્વમાં ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઈ અને પાકિસ્તાનના ત્રણ કેન્દ્રો મુખ્યત્વે જાણીતા છે. હવે ગુજરાતમાં પણ ઊંટડી ના દૂધના પ્રોસેસિંગ માટેનો એક પ્લાન્ટ આરંભ થઈ ચૂક્યો છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં ચાંદરાણી ગામે વિશ્વનો ચોથો અત્યાધુનિક પ્રોસેસિંગ કેન્દ્ર પ્લાન્ટ નો પ્રારંભ થઈ ચૂક્યો છે. જે ઉંટડી ના દુર્ગંધ મુક્ત દૂધને પ્રોસેસિંગ માટે મોટી સફળતા મળી છે.

દુબઈ અને પાકિસ્તાનમાં ઊંટડી ના દૂધમાં દુર્ગંધ તો રહે જ છે. ત્યારે ઊંટ ની ઉપયોગીતા રણમાં અને વૈશ્વિક સ્તરે વધી ગઈ છે. ઊંટડી ના દૂધનું મુખ્ય ઉપયોગ મેડિકલ ક્ષેત્રે પણ થતો હોય છે અને ઊંટડી ના દૂધમાં ‘ઇન્સ્યુલિન નું પ્રમાણ વધારે હોવાથી જો મધુપ્રમેહ થી વ્યક્તિ પીડિત હોય તો તેનાં દૂધનું સેવન કરે તો ડાયાબિટીસ પર અંકુશ આવી જાય છે. દૂધના ભાવની વાત કરવામાં આવે તો પ્રથમ ₹20 લીટર ઊંટડીનું દૂધ મળતું હતું. પરંતુ હવે પચાસ રૂપિયા લીટર ઊંટડીનું દૂધ મળે છે.

ઓગસ્ટ 2022 માં વડાપ્રધાને કચ્છના ચાંદરાણી ગામે નિર્મિત સરહદ ડેરીના દૂધ ઉત્પાદન અને પેકેજીંગ પ્લાન્ટ નું ઉદઘાટન કર્યું હતું. જે જાન્યુઆરી 2023 થી કામ કરવાનું શરૂ થઈ ચૂક્યું છે. આ પ્લાન્ટમાં ઉંટડીના દૂધનું ટેટ્રા પેકિંગ કરાય છે જેના કારણે આયુષ્ય છ મહિના વધી જાય છે. આ ઉપરાંત તેમાં ઘટતા પણ વધે છે અને મશીન દ્વારા દુર્ગંધ દૂર કરતું હોવાથી તેની લોકપ્રિયતા પણ ખૂબ વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *